☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
12 January રાષ્ટ્રીય યુવા દિવસ 2026 ના અવસરે* ,
Sal Institute of Medical Sciences (સાયન્સ સિટી) Ahmedabad ના
‘ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિટી મેડિસિન’ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક ખાસ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ભારતના રાષ્ટ્રપતિના હસ્તે પ્રતિષ્ઠિત નેશનલ સર્વિસ સ્કીમ (NSS) એવોર્ડ મેળવનાર શ્રી ગૌતમ મિસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વર્તમાન સમયમાં ડોક્ટરોની સામાજિક જવાબદારી અને સેવા પ્રત્યેના અભિગમને વધુ મજબૂત કરવાના હેતુથી આ વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. શ્રી ગૌતમ મિસ્ત્રીએ પોતાના અનુભવો ભાથું પીરસતા જણાવ્યું હતું કે, યુવા ડોક્ટરો રાષ્ટ્રના નિર્માણમાં પાયાની ભૂમિકા ભજવે છે. માત્ર ક્લિનિકલ સારવાર જ નહીં, પરંતુ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચીને તેની સેવા કરવી એ જ સાચું રાષ્ટ્રકાર્ય છે.
🤝🤝🤝🤝